જસદણ પાસે કનેસરા રોડ પરથી યુવકની લાશ મળી

જસદણના વિરનગર-કનેસરા રોડ પર ડુંગર વિસ્તારમાંથી ગત મોડી રાત્રે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો અને બાદમાં બાદમાં મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મૃતક જસદણ તાલુકાના કાળાસર ગામનો હાલ જસદણમાં રહેતો લાલજી ધીરુભાઈ મકવાણા (ઉ.વ. 28) હોવાનું સામે આવ્યું હતું.

જેની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતાં પરિવારે આ ઘટના પાછળ વ્યાજખોરોનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરીને ન્યાયની માંગ કરતા વાતાવરણ તંગ બન્યું હતું.

લાલજી મકવાણા જેસીબી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, લાલજીએ કેટલાક વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા. આ વ્યાજખોરો સાથે પૈસાની લેતીદેતી બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું, જેના કારણે તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થઈને આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *