તોલાણી કોલેજ ઓફ આર્ટસ અને સાયન્સ, આદિપુરના આચાર્ય ઉપર થયેલા હુમલા મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રિન્સિપાલ એસોસિએશન દ્વારા વખોડી કાઢ્યો છે અને રાજ્યના પ્રિન્સિપાલ એસોસિએશન દ્વારા આ સમગ્ર મામલે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને પણ લેખિત રજૂઆત કરી યોગ્ય પગલાં લેવા માગણી કરી છે.
શિક્ષણમંત્રીને રેલી રજૂઆતમાં જણાવાયું છે કે, આચાર્ય ડૉ.સુશીલ ધર્માણી ઉપર તા.25 ઓગસ્ટે બપોરે બે વાગ્યાની આસપાસ કોલેજ કેમ્પસમાં જ અસામાજિક વિદ્યાર્થી દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. આચાર્યનો દોષ માત્ર એટલો જ હતો કે કોલેજનો સમય પૂર્ણ થયો હોવાથી તેઓએ વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી નીકળી જવાની સૂચના આપી હતી.
આ કૃત્ય કરનાર વિદ્યાર્થીને કડકમાં કડક સજા થાય તેમજ કોલેજમાંથી એમને બરતરફ કરવા તેમજ કેમ્પસમાં આવતા આવા અસામાજિક તત્ત્વો પર પણ રોક લગાવવા માંગ કરી છે.