શહેરના જૂના મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતો અભિજિત બલદેવભાઈ રાઠોડ (ઉ.વ.25) બપોર પછી ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો. બાદમાં સાંજે છ વાગ્યે તે મીતાણા ચોકડીએ ઝેરી દવા પી ગયો હોઇ કોઇ રાહદારીએ 108ને જાણ કરતાં 108 મારફત યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અભિજિત વિદ્યાનગર રોડ પર ખાનગી હોસ્પિટલમાં પ્યૂન તરીકે નોકરી કરે છે. શેરબજારમાં રોકાણ કર્યું હોય નાણાં ગુમાવતાં આર્થિક ભીંસમાં આવી ગયાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી.
અન્ય બનાવમાં ભગવતીપરામાં રહેતાં સદામ મહેબૂબભાઇ અંસારી નામના યુવાને ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સદામ બે બહેનનો એકનો એક નાનો ભાઈ છે અને સિઝનલ ધંધો કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.