રિસામણે બેઠેલી પુત્રવધૂને ઘરે લઇ જવા મુદ્દે બે સગાભાઈઓ પર વેવાઈ જૂથનો હુમલો

પુત્રવધૂ રિસામણે હોય સમાધાન કરી લેવા ફોન કરતાં બોલાચાલી થયા બાદ બનેવી સહિતનાએ ઘરે આવી ડખો કર્યો હતો. આ અંગે પોલીસે 6 શખ્સ સામે ગુનો નોંધાયો છે.

રૈયાધારમાં સરકારી શાળા પાસે રહેતા ધનાભાઈ વશરામભાઈ બોળિયા (ઉ.વ.25) નામના યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બનેવી મયૂર ચાવડા, મેહુલ ચાવડા, સાગર ચાવડા, રવિ બોળિયા, રણછોડ અને હરિભાઈ ચાવડાનું નામ આપ્યા હતાફરિયાદીએ જણાવ્યું હતું કે, પાડોશમાં મોટાબાપુ હમીરભાઈ તથા કાકા વેલાભાઈ રહે છે.

હમીરભાઈની દીકરી રિદ્ધિના લગ્ન પાંચ વર્ષ પૂર્વે મયૂર ચાવડા સાથે કર્યા હતા. જે છેલ્લા એક મહિનાથી રિસામણે આવી હતી. તેના મોટાબાપુના પુત્ર મેલાભાઈ તથા બહેન રિદ્ધિનું સામસામે સગપણ કર્યું હોય જેથી મોટાબાપુના પુત્ર મેલાભાઈની પત્ની હેતલ પણ પિયર રિસામણે આવી હતી.

દરમિયાન ગત તા.26ના રાત્રિના યુવક પિતા વશરામભાઈ સહિતનાઓ હમીરભાઈના ઘરે હતા ત્યારે મોટાબાપુ અમરાભાઈની પાંચમ આવતી હોય જેથી યુવકના પિતા વશરામભાઈએ રિદ્ધિબેનના સાસુ ગંગાબેનને સમાધાન કરી લઈ જવા માટે ફોન કર્યો હતો.

વાતચીતમાં ગંગાબેન તથા તેના પિતા વચ્ચે બોલાચાલી હતી. જે બાદ બનેવી મયૂર ચાવડા તથા તેનો ભાઈ સાગર અને મેહુલ ઘરે આવી બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. મેહુલે લાકડીથી અને રવિએ પાઇપના ઘા ફટકારી યુવકને ઈજા પહોંચાડી હતી. તેમજ સાગરે યુવાનના ભાઈ વિશાલને પણ લાકડી વડે માર માર્યો હતો અને ખિસ્સામાં રહેલો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *