હાઇકોર્ટ બેન્ચ માટે ધારાસભ્યો, સાંસદો સાથે વકીલોની બેઠક

સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેન્ચ મળે તે માટેની લડતમાં હવે ભાજપ લીગલ સેલ મેદાનમાં આવ્યું છે અને આજે કમલમ કાર્યાલય ખાતે સવારે 11:30 કલાકે સાંસદ અને ધારાસભ્યો સાથે વકીલોની બેઠક યોજાશે.

લીગલ સેલના પ્રમુખ પીયૂષ શાહે જણાવ્યા અનુસાર રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ અથ‌વા હાઇકોર્ટ બેન્ચની માગણી બળવતર બની છે ત્યારે વકીલોના સક્રિય સંગઠન ભાજપ લીગલ સેલ દ્વારા તાત્કાલિક અસરથી વકીલોની માગણી સંદર્ભે રાજકોટ હાઇકોર્ટ બેન્ચ એક્શન કમિટીના વકીલો, અલગ-અલગ વિસ્તારમાં રહેતા યુવા વકીલો અને અલગ-અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા વકીલોની એક અરજન્ટ બેઠકનું આયોજન કરાયું છે. જેમાં સંસદ સભ્યો, ધારાસભ્યો અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે મળીને યોગ્ય રજૂઆત માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે

કાલે સૌરાષ્ટ્રના 80 બાર એસો.ના પ્રમુખની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટને હાઇકોર્ટ બેન્ચ મળે તે માટે સિનિયર ધારાસભ્યોની કમિટી બનાવવા સહિતના આયોજનો કર્યા છે અને હવે તા.24ને રવિવારના રોજ સવારે 10.30 વાગ્યે આત્મીય કોલેજ ખાતે લડત માટેની રણનીતિ તૈયાર કરવા માટે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસોસિએશનના પ્રમુખ, મહામંત્રીની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં હડતાલ સહિતના વિવિધ કાર્યક્રમો ઘડી કઢાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *