પાકિસ્તાને ભારતીય ડિપ્લોમેટ્સના ઘરોનો ગેસ સપ્લાય બંધ કર્યો

પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય ડિપ્લોમેટ્સના ઘરોનો રાંધણ ગેસ સપ્લાય બંધ કરી દીધો છે. આ ઉપરાંત, સ્થાનિક ગેસ સિલિન્ડર સપ્લાયર્સને પણ ભારતીય ડિપ્લોમેટ્સને સિલિન્ડર ન આપવાની સૂચના આપવામાં આવી છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ઇસ્લામાબાદે મિનરલ વોટર અને અખબારો આપવાનું પણ બંધ કરી દીધું છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બદલો લેવાના પગલા તરીકે પાકિસ્તાને આ નિર્ણય લીધો છે.

રિપોર્ટ અનુસાર, આ પગલું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની યોજનાનો એક ભાગ છે. આ અંતર્ગત, પાકિસ્તાન બદલો લેવાની નાની-નાની કાર્યવાહી કરી રહ્યું છે.

પાકિસ્તાને પહેલા પણ આવા કૃત્યો કર્યા છે. 2019માં પુલવામા હુમલાના જવાબમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી પણ, પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય ડિપ્લોમેટ્સને આવી જ રીતે હેરાન કર્યા હતા.

જવાબી પગલા તરીકે, ભારતે દિલ્હીમાં તહેનાત પાકિસ્તાની ડિપ્લોમેટ્સને અખબારો પહોંચાડવાનું પણ બંધ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *