રાજકોટમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મનપા દ્વારા આજે (12 ઓગસ્ટ, 2025) સવારે 08:30 કલાકે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની બહુમાળી ચોકથી શરૂ થઈને જ્યુબિલી ચોકમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી પહોંચશે.

આ અંગેની જાહેરાત કરતાં મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું કે, જો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અન્ય કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત નહીં હોય તો તેઓ પણ આ યાત્રામાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. હાલ રામ મોકરિયાને મનપાનાં કાર્યક્રમોમાં આમંત્રણ નહીં અપાતું હોવાનો વિવાદ ખોટી રીતે ઉભો કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *