પુતિન-ટ્રમ્પની મુલાકાત પહેલાં મોદી-ઝેલેન્સ્કીની ફોન પર વાતચીત

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સોમવારે પીએમ મોદીને ફોન કરીને તેમની સાથે વાત કરી હતી. ઝેલેન્સકીએ X પર આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું- ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી લાંબી વાતચીત થઈ. અમે દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક રાજદ્વારી પર વિગતવાર ચર્ચા કરી.

ઝેલેન્સકીએ મોદીને યુક્રેન પર રશિયન હુમલાઓ વિશે જણાવ્યું. તેમણે કહ્યું- મેં તેમને (પીએમ મોદી) અમારા પર રશિયન હુમલાઓ વિશે કહ્યું, ખાસ કરીને ગઈકાલે ઝાપોરિઝિયામાં બસ સ્ટેશન પર થયેલા હુમલા વિશે, જ્યાં રશિયાએ જાણી જોઈને એક શહેરમાં બોમ્બમારો કર્યો, જેમાં ડઝનેક લોકો ઘાયલ થયા.

ઝેલેન્સકીએ કહ્યું કે ભારત અમારા શાંતિ પ્રયાસોને સમર્થન આપી રહ્યું છે અને સંમત છે કે યુક્રેન સંબંધિત દરેક નિર્ણય યુક્રેનની ભાગીદારીથી લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *