મંગલેશ્વર મહાદેવ મંદિરે આજે મહાકાલ સ્વરૂપના દર્શન થશે

રાજકોટના પંચનાથ વિસ્તારમાં મંગલેશ્વર મહાદેવજી બિરાજમાન છે. આજે અહીં મહાકાલના દર્શનનો શિવભક્તોને લહાવો મળશે. મંગલેશ્વર મહાદેવના આશીર્વાદથી અનેક નિ:સંતાન ભક્તોના ઘરે પારણું બંધાયું છે. તો સગાઇ-લગ્ન જેવા માંગલિક પ્રસંગો માટે દાદાના આશીર્વાદ લેવા માટે ભકતો,બહેનો,યુવતીઓ દેશભરમાંથી આવે છે.માંગલિક- શુભ કાર્યો માટે દાદા આર્શિવાદ આપતા હોવાથી અંહિ બિરાજમાન મહાદેવનું નામ મંગલેશ્વર નામ પડ્યું છે.

મહંત રાજેશગીરી શાંતગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, અહીં શિવલિંગને 700 વર્ષ થઈ જતાં તે હવે જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. ખાલી એક સોપારી રાખવાથી, એક શ્રીફળ રડતું મૂકવાથી, અથવા તો દાદાને એક કળશ જળ-દૂધ ચઢાવવાથી ભક્તો પર મંગલેશ્વર મહાદેવ પ્રસન્ન થાય છે. જે બહેનો-યુવતી અને દીકરીના લગ્ન ના થતા હોય તે દાદાને અહીં માત્ર દર્શન કરવાની માનતા રાખે છે તો પણ તેની મનોકામના પૂર્ણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *