રાજકોટ RTOએ છેલ્લા એક વર્ષમાં ઓનલાઈન અને ફેસલેસ સેવાઓના અમલથી નાગરિકોને મોટી રાહત આપી છે. અગાઉ RTOના કામ માટે અરજદારોને કચેરીએ જાતે જવું ફરજિયાત હતું, જેના કારણે સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો હતો. હવે અંદાજે 80 ટકા સેવાઓ ઓનલાઈન ફેસલેસ મોડમાં ઉપલબ્ધ થતાં નાગરિકોને પોતાના ઘરેથી જ જરૂરી દસ્તાવેજો મળી રહ્યા છે.
RTOની 28 સર્વિસ ફેસલેસ થઇ છે જેમાં વાહન અને આરસી સહિતની બાબતોનો સમાવેશ થાય છે. 1 વર્ષમાં 1.65 લાખ લોકોને ઘેરબેઠાં જ લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટ મળ્યા છે જેના કારણે હવે આરટીઓમાં ભીડ 70% ઘટી ગઈ છે. RTO અધિકારીઓના જણાવ્યા મુજબ, પહેલાં દરેક કામ માટે અરજદારોને કચેરી સુધી આવવું પડતું હતું. લાયસન્સ રિન્યુ કરાવવું હોય, વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું હોય કે માલિકી બદલવાની પ્રક્રિયા હોય હવે આ સર્વિસિસ ઓનલાઈન થઈ જતાં નાગરિકોનો સમય બચાવી રહ્યા છે.
ઉપરાંત, અરજદારોને વારંવાર રજિસ્ટ્રેશન સહિતના કામ માટે હવે કચેરીનો ધક્કો ખાવો પડતો નથી અને ફેસલેસ સર્વિસિસ પારદર્શિતા પણ વધેલી છે.
રાજકોટ RTOની આ પહેલને કારણે નાગરિકોને મળતી સુવિધા સાથે સાથે કચેરીના સ્ટાફ પરનો બોજો પણ ઓછો થઈ ગયો છે. આવનારા સમયમાં બાકી રહેલી સેવાઓ પણ સંપૂર્ણ રીતે ફેસલેસ કરવા માટે વિભાગ તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે. આ ફેસલેસ સેવાઓ દ્વારા માત્ર છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં 1.65 લાખથી વધુ નાગરિકોને ડ્રાઈવિંગ લાઈસન્સ, RC બુક સહિતના મહત્ત્વના દસ્તાવેજો ઘરે બેઠાં જ મળ્યા છે. આ બદલાવને કારણે RTO કચેરીમાં આવનારા લોકોની સંખ્યા ઘટીને 70 ટકા સુધી પહોંચી છે. જેના પરિણામે લાંબી કતારો, ભીડ અને ધક્કામુક્કી જેવી પરિસ્થિતિમાં મોટો ઘટાડો થયો છે.