રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટા કનેક્શન મેળવવામાં મુશ્કેલી, વીજલાઇનો ઓવરલોડ

પીજીવીસીએલ અને જેટકોને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રઝ દ્વારા પીજીવીસીએલની લક્ષ્મીનગર ખાતે આવેલી ઓફિસમાં ઓપનહાઉસ બેઠક યોજવામાં આવી હતી

જેમાં પીજીવીસીએલના એમડી કેતન જોશી, ચીફ એન્જિનિયર પી.જે.મહેતા, જેટકોના ચીફ એન્જિનિયર પી.કે.વરસડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઓપન હાઉસ બેઠકમાં રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટા કનેકશનો મેળવવા મુશ્કેલ હોવાની અને વીજલાઇનો ઓવરલોડ હોવાની ફરિયાદો ઉઠી હતી.

આ બેઠકમાં ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, પીજીવીસીએલ દ્વારા એલટી કનેકશન ધરાવતા નાના ઉદ્યોગો પર ઇલેક્ટ્રિક બિલમાં પાછળથી જૂન-2024થી જૂન-2025 સુધીના પીક અવર્સના LTMD પાવર વપરાશ ઉપર યુનિટ દીઠ 45 પૈસાનો વધારાનો ચાર્જ ગણીને મસમોટા વધારાના બિલ ઇસ્યૂ કર્યા છે.

તે બિલો રદ કરવા અને ચોકક્સ કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી અમલવારી મુલતવી રાખવા પણ ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇને રૂબરૂ રજૂઆત કરી છે.રાજકોટ-સૌરાષ્ટ્રના એરિયામાં ઉદ્યોગોના મોટો કનેકશનો મેળવવા માટે પડતી મુશ્કેલીમાં 66 અને 132 કે.વી. સબ સ્ટેશનો તેમજ તેમની વીજલાઇનો ઓવરલોડ હોવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *