શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી પરિણીતાને રક્ષાબંધનની ઉજવણી માટે પતિ સાથે નણંદના ઘરે જવા બાબતે બોલાચાલી થતાં સસરાએ હથોડાનો ઘા ઝીંકી માથું ફોડી નાખ્યું હતું અને માર માર્યો હતો.
શહેરના ઘંટેશ્વર પાછળ બ્રહ્માનંદ સોસાયટી બ્લોક નં.158માં રહેતી 26 વર્ષીય પરિણીતા પૂજાબેન બંસીભાઈ રાજ્યગુરુએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સસરા રાજેશ ભીખુભાઈ રાજ્યગુરુનું નામ આપ્યું છે.
ફરિયાદ મુજબ ગત તા.06ના રોજ રાત્રિના દશેક વાગ્યાની આસપાસ તેના પતિ બંસીભાઈને રક્ષાબંધનના રોજ નણંદ ગેમલબેન પ્રદીપભાઈ વ્યાસ કે જેઓ ઉપલેટા ખાતે રહેતા હોય રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ઉપલેટા જવાનું નક્કી થયું હતું.
જે બાદ ઉપલેટા ખાતેથી જામનગર મુકામે માવતરને ત્યાં પરિણીતાએ તેના ભાઈઓને રાખડી બાંધવા જવાની વાત કરતા સસરાએ કહ્યું કે,”તારે ઉપલેટા જવાનું નથી, તું તારા પિયર જજે,’ ત્યારે કારણ પૂછતાં સસરાએ મારમારી માથાના તાળવાના ભાગે હથોડાનો એક ઘા મારી દેતાં માથું ફૂટી ગયું હતું.