જસદણની સોલિટેર સોસાયટીમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરી

જસદણ શહેરના આટકોટ રોડ પર આવેલી સોલીટેર સોસાયટીમાં ગત મોડી રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. અજાણ્યા તસ્કરોએ બે બંધ મકાનોના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મકાન માલિકો બહારગામ હોવાનો લાભ લઈ તસ્કરોએ ઘરવખરી વેરવિખેર કરી હતી.

સાથે જ એક મકાનની બહાર પાર્ક કરેલી બાઇકની પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ બાજુના મકાનમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. ફૂટેજમાં તસ્કરોની હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી છે. તસ્કરોએ કબાટમાં રાખેલી રોકડ રકમની ચોરી કરી હોવાની શક્યતા છે.

બનાવની જાણ થતાં જસદણ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને CCTV ફૂટેજ કબજે કરીને તસ્કરોની ઓળખ કરવા પ્રયાસ શરૂ કર્યો છે, આસપાસના વિસ્તારોમાં તપાસ ગોઠવી, સંદિગ્ધ વાહનો, વ્યક્તિઓ પર નજર રાખવા ટીમો તૈનાત કરી છે.

સોસાયટીમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હોવાથી રહીશોમાં ભય ફેલાયો છે અને પેટ્રોલિંગ વધારવા, રાત્રિ વોચ ગોઠવવા રજૂઆત કરી રહ્યા છે. તસ્કરોએ ઘરની ઘરવખરી વેરવિખેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *