ઓવલ ટેસ્ટના બીજા દિવસે 15 વિકેટ પડી

ઓવલ ટેસ્ટનો બીજો દિવસ ભારતીય ટીમના નામે રહ્યો. શુક્રવારે બીજા દિવસની રમતના અંત સુધીમાં, ટીમ ઈન્ડિયાએ ઇંગ્લિશ ટીમ પર 52 રનની લીડ મેળવી લીધી છે. સ્ટમ્પ્સ સુધીમાં, ભારતે બીજી ઇનિંગમાં બે વિકેટે 75 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 51 રન અને નાઈટ વોચમેન આકાશ દીપ 4 રન બનાવીને અણનમ રહ્યો.

સાઉથ લંડનના ઓવલ મેદાન પર ચાલી રહેલી મેચમાં, ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 23 રનની લીડ મેળવી હતી. ટીમ 247 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર ઝેક ક્રોલીએ 64, બેન ડકેટે 43 અને હેરી બ્રુકે 53 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4-4 વિકેટ લીધી હતી. આકાશ દીપના ખાતામાં એક વિકેટ આવી હતી. ક્રિસ વોક્સ ઈજાને કારણે બેટિંગ કરવા ઉતર્યો ન હતો.

શુક્રવારે, ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કરુણ નાયર 57 અને વોશિંગ્ટન સુંદર 26 રન બનાવીને આઉટ થયો. ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સને 5 વિકેટ લીધી. જોશ ટંગે 3 વિકેટ લીધી. એક વિકેટ ક્રિસ વોક્સના ખાતામાં ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *