ટ્રમ્પનો રશિયા નજીક 2 પરમાણુ સબમરીન તહેનાત કરવાનો આદેશ

રશિયા સાથે વધતા તણાવ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા નજીક બે પરમાણુ સબમરીન તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. તેમણે ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે. જોકે, તેમણે સબમરીન ક્યાં તૈનાત કરવામાં આવશે તે જણાવ્યું નથી.

ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ પર એક પોસ્ટ લખીને આ નિર્ણયની માહિતી આપી હતી. તેમણે ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવના ઉશ્કેરણીજનક નિવેદન અને યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે આપવામાં આવેલી સમયમર્યાદા વચ્ચે આ પગલું ભર્યું છે.

ટ્રમ્પે 28 જુલાઈના રોજ સ્કોટલેન્ડની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે રશિયા પાસે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે 10 થી 12 દિવસનો સમય છે. જો રશિયા આ સમય દરમિયાન યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરવા માટે સંમત નહીં થાય, તો રશિયા સાથે વેપાર કરતા દેશો પર ‘સેકન્ડરી ટેરિફ’ લાદવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *