બ્રાહ્મણોની માંગણી સ્વીકારવાની કલેક્ટરની મૌખિત બાહેધરી

પવિત્ર યાત્રાધામ અંબાજીના બ્રાહ્મણો થોડા દિવસ પહેલાં ગાંધીનગર જઈને મુખ્યમંત્રી અને સ્થાનિક કલેક્ટર સમક્ષ 9 મુદ્દાઓને લઈને આવેદન આપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.જેના 7 દિવસ બાદ કલેક્ટરને તે આગેવાનોનો રૂબરૂમાં બોલાવીને તેમની માંગણીઓને સ્વીકારી લેવાની મૌખિક બાહેધરી આપી હતી.

આ મામલે દિવ્ય ભાસ્કરે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ મુખ્ય સંગઠક ડામરાજી રાજગોર સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું કે, મંગળવારના રોજ કલેક્ટરનો મુખ્યમંત્રી તરફથી સુચના આવી હતી જેથી અમને કલેક્ટરે તેમની ઓફિસે બોલાવ્યા હતા. આ દરમિયાન કલેક્ટરે કહ્યું કે તમારી રજૂઆતો અમને મળી છે જેમાં હું શક્ય એટલું ધ્યાન આપીને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. જો કે આ ક્યાં સુધીમાં કરશે એ અંગે કોઈ ગેરંટી નથી આપી.

ડામરાજી રાજગોરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે,જો ભાદરવી પૂનમ પહેલાં અમારી આ માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો અમે ભાદરવી પૂનમના દિવસે સરકાર સામે અને મંદિરના વહીવટદાર સામે આંદોલન કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *