મહંતસ્વામીની જન્મજયંતી હવે 15 સપ્ટેમ્બરના બદલે 2 ફેબ્રુઆરીએ ઉજવાશે

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ 15મી સપ્ટેમ્બરના રોજ આવે છે. પરંતુ વરસાદી ઋતુ હોવાથી હરિભક્તોને તકલીફ ના પડે તે હેતુસર હવે પછી પ્રતિ વર્ષ પરમ પૂજય મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ તેઓના પાર્ષદી દીક્ષા દીન( 2 ફેબ્રુઆરી)ના રોજ સંસ્થાકીય સ્તરે વિધિવત ઉજવવાનું બી.એ.પી.એસ. સંસ્થા દ્રારા નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે સાધુ ઇશ્વરચરણદાસ દ્રારા હરિભક્તોમાં જાહેરાત કરવામાં આવી છે.

પાર્ષદી દીક્ષા દિનના રોજ સંસ્થાકીય સ્તરે વિધિવત ઉજવણી થશે પ્રગટ બ્રહ્મસ્વરુપ મહંત સ્વામી મહારાજ પ્રત્યે ગુરુભક્તિની માંગલિક ભાવનાઓ સાથે પ્રતિવર્ષ ભાદરવા વદ નવમીની જન્મ જયંતિ તિથિએ 15-9-2025ના રોજ તેઓની જન્મજયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ આ સમય વરસાદી ઋતુનો હોવાથી મોટી સંખ્યામાં તેઓનો લાભ લેવા આવતાં હરિભક્તોને તકલીફ અનુભવાય છે. જેથી હવેથી પ્રતિ વર્ષે પરમ પૂજય મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ તેઓના પાર્ષદી દીક્ષા દિનના રોજ સંસ્થાકીય સ્તરે વિધિવત ઉજવાશે.

92મી જન્મજયંતીની ઉજવણી 2 ફેબ્રુઆરી 2026ના રોજ અટલાદરામાં થશે આ આયોજન અનુસાર તેઓની આગામી 92મી જન્મ જયંતિ તા. 2-2-2026ના રોજ વડોદરાના અટલાદરા મુકામે ઉજવાશે. જયારે તા. 15-9-2025ના રોજ તેઓ મહેસાણા ખાતે બિરાજમાન હશે તો ત્યાં સ્થાનિક રીતે યોજાનાર કાર્યક્રમોમાં લાભ લેવા બહારગામના હરિભક્તોએ જવું નહીં તેમ સાધુ ઇશ્વરચરણદાસે જણાવ્યું છે. એટલું જ નહીં પરંતુ પરમ પૂજય સ્વામીની પ્રાતઃ પૂજાનું જીવંત પ્રસારણ થાય છે. તેના દર્શન કરી આપણે તેઓની જન્મ જયંતિની પારંપરિક તિથિએ ઘરે બેઠાં ગુરુવંદના કરીશું તેમ પણ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *