ભારતમાં બે વર્ષથી ગેરકાયદે રહેતા આફ્રિકન વિદ્યાર્થીને ડિપોર્ટ કરાશે

આફ્રિકન વિદ્યાર્થી બે વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતો હતો, પોલીસે તેને ઝડપી લઇ તેને આફ્રિકા મોકલી દેવાની કવાયત શરૂ કરી હતી.

રથયાત્રા પૂરી થયા બાદ ડીસીપી બાંગરવાએ તે યુવકના પાસપોર્ટ અને વિઝા મગાવતાં નવો જ ફણગો ફૂટ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ આફ્રિકન વિદ્યાર્થી અગાઉ રાજકોટમાં રહી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો હતો અને મોબાઇલના એક શોરૂમમાં મોબાઇલ ચોરી કરતાં પણ તે પકડાયો હતો.

જોકે તેની સામે ત્યારે ફરિયાદ નોંધાઇ નહોતી. મારવાડી કોલેજમાંથી તેને કોઇ કારણસર રવાના કરી દેવાયો હતો ત્યારબાદ તે વડોદરા રહેતો હતો. વડોદરાથી તે રાજકોટ રહેતી તેની ગર્લફ્રેન્ડને મળવા આવ્યો હતો અને રથયાત્રા વખતે સ્કૂટર લઇને નીકળતા તેનો ભાંડો ફૂટ્યો હતો.

આ આફ્રિકન યુવકના વર્ષ 2023માં વિઝા પૂરા થઇ ગયા હતા છતાં તે ભારતમાં રહેતો હતો. રાજકોટમાં ઝડપાયા બાદ તેને રૈનબસેરામાં મોકલી દેવાયો હતો અને હવે તેને ડિપોર્ટ કરી આફ્રિકા મોકલી દેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *