દેરડી-કુંભાજીમાં વાહન ઓવરટેક કરવા પ્રશ્ને હુમલો

વાસાવડ ગામ રહેતા અને ડ્રાઇવીંગ કરતો કિશન જેરામભાઇ મકવાણા વાહન ચલાવી કુંભાજી ગામે બસ સ્ટેશન સામે રોડ ઉપર જતા હતા ત્યારે વાહન ઓવરટેક કરવા બાબતે દેરડી કુંભાજી હાઇસ્કૂલ સામે વિરલકુમાર જયંતિભાઇ ગોલ વિરલના પિતા જયંતિભાઇ ગોલ સાથે માથાકૂટ થઇ હતી.

જેમાં કિશને ફરિયાદમાં પિતા-પુત્રએ બોલાચાલી કરી અપશબ્દો બોલી ગાળો આપી લાફા મારી, બોલેરોમાં નુકશાની કરી મારી નાખવાની ધમકી આપી હતી, જયારે સામા પક્ષે વિરલકુમાર જયંતિભાઇ ગોલે નોંધાવેલી ફરિયાદમાં કિશન જેરામભાઇ મકવાણાએ વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી કરી અપશબ્દો બોલી ગાળો આપી કુહાડીના લાકડાના હાથા વડે હુમલો કર્યો હતો જેમાં એકને ઈજા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *