જેતપુર નવાગઢ નગરપાલિકાએ આળસ મરડી, દબાણો પર બુલડોઝર

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર કરવામાં આવેલ દબાણો દુર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દબાણો પર જેસીબી ફેરવીને જગ્યા ખુલ્લી કરાવાઇ છે.

જેતપુર નવાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર આ અગાઉ દુર કરવામાં આવેલ લારી, ગલ્લા, કેબીનો ફરીથી રસ્તા ઉપર ટ્રાફિકને નડતરરૂપ ગોઠવાઈ જતા આજરોજ પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ફરીથી આવા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેમજ શ્રાવણ માસ દરમ્યાન ગેરકાયદેસર કતલખાના તથા નોન વેજ નું વેચાણ બંધ રાખવા માટે નોટીસો આપવા છતાં આવું ગેરકાયદેસર રીતે નોનવેજ નું વેચાણ કરતા સ્થળો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ આ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે તેવું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *