આટકોટના કૈલાસનગરને નીલકંઠ ફીડરમાં જોડાયો

આટકોટના કૈલાસનગર વિસ્તારોને અક્ષર ફીડરમાં જોડાણ આપવામાં આવ્યું હતું જે પાંચવડા, જસાપર હોવાથી અવારનવાર લાઈટ ગૂલ થઈ જતી હતી અને કલાકો સુધી આવવાનું નામ લેતી ન હતી. લોકો પારાવાર વીજ ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ગયા હતા અને વીજ કચેરીએ દોડી જઇને અધિકારીઓને રજૂઆત કરી હતી.

જે રજૂઆતનો સફળ પડઘો પડ્યો છે અને રવિવારે જ આ ફીડરને નિલકંઠ જીજેવાયમાં જોડી દેવામાં આવ્યું જેથી લોકોની મુશ્કેલીનો અંત આવ્યો હતો. અક્ષર ફીડરમાં ગમે ત્યારે વિજ ફોલ્ડ સર્જાતા ત્યારે કલાકો સુધી લાઈટો ગુલ રહેતી હતી અને જેને લઇને લોકોને રાત ઉજાગરા કરવા પડતાં હતાં. જેમાં મોટી ઉંમરનાં તેમજ નાનાં બાળકોની તકલીફ વધતી રહેતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *