ટ્રકે બાઇકસવાર પિતા-પુત્રને ઠોકરે લેતાં પિતાનું મોત, પુત્રને ઈજા પહોંચી

શાપર-વેરાવળમાં આવેલી પિતૃકૃપા હોટેલ પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક અને તેનો નાનો પુત્ર બંને દૂર જઈ ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું હતું. પિતા-પુત્ર રાજકોટ કામ પરથી ગોંડલ તેમના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો.

ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતાં જેન્તીભાઇ બાબુભાઈ મોરીધરા સાંજે સાડા સાતેક વાગ્યે પુત્ર નીતિન મોરીધરાના બાઇક પાછળ બેસી રાજકોટથી ગોંડલ તરફ જતાં હતાં ત્યારે શાપર નજીક પિતૃકૃપા હોટેલ પાસે પહોંચ્યા ત્યારે ટ્રકે બાઈકને ઠોકરે લેતાં પિતા-પુત્ર બંને દૂર ફંગોળાઈ ગયા હતાં

જેમાં જેન્તીભાઈ મોરીધરાને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક જેન્તીભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પિતા-પુત્ર બંને રાજકોટ કારખાનામાં કામ કરતાં હતાં. ઘેર પરત ફરતી વેળાએ રસ્તામાં અકસ્માત સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *