અમરનાથ યાત્રા આજથી, પ્રથમ ટુકડી કાશ્મીર પહોંચી

આજથી આગામી 57 દિવસ ગ્રેટર હિમાલયની ઊંચી ખીણોમાં બાબા બર્ફાનીના જયકારા ગુંજશે. અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. 28 ઓગસ્ટ સુધી 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ 3,888 મીટરની ઊંચાઈ પર સ્થિત પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનેલા શિવલિંગના દર્શન કરી શકશે.

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને જમ્મુના ભગવતી બેઝ કેમ્પથી બાલતાલ અને પહેલગામ માટે રવાના કરી. આ ટુકડીમાં 4,822 યાત્રાળુઓ સામેલ હતા, જેઓ 259 વાહનોના સુરક્ષા ઘેરામાં રવાના થયા.

કાશ્મીરમાં હવામાનનો મિજાજ સારો નથી, તેથી યાત્રાળુઓને દર્શન કર્યા પછી તરત જ નીચે પાછા ફરવું પડશે. દર 2 કિમીએ ઓક્સિજન બૂથ પણ લગાવવામાં આવ્યા છે. દોમેલ રૂટ પર 4 જગ્યાએ સ્ક્રીન પર હવામાનનું અપડેટ મળશે.

નોંધનીય છે કે અમરનાથ યાત્રા અનંતનાગમાં પરંપરાગત 48 કિલોમીટર લાંબા નુનવાન-પહેલગામ માર્ગે અથવા ગાંદરબલ જિલ્લામાં ટૂંકા 14 કિલોમીટર લાંબા બાલતાલ માર્ગે કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *