ખાનગી હોસ્પિ.માં પ્રેક્ટિસ પર લગામ મૂકવા ડીનનો કડક પત્ર

રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે અને અહીં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે.ડોકટરોની અનિયમિતતા કે ખાનગી પ્રેક્ટિસને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલનાડોકટરોની ખાનગી પ્રેક્ટિસનો મામલો ફરી એકવાર ગરમાયો છે. જેને લઈને રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલ દ્વારા એક કડક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ફરજ દરમિયાનડોકટરોની હાજરી અને ખાનગી પ્રેક્ટિસ પર અંકુશ લાવવા માટે મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા છે. બીજીતરફ ખાનગી હોસ્પિટલમાં કામ કરવાની મંજૂરી ધરાવતા 5 તબીબના નામ સિવિલનાં તંત્ર દ્વારા જાહેર કરાયા છે. પરંતુ મેડિકલ કોલેજના ડીન દ્વારા હજુસુધી નામ જાહેર કરવામાં આવ્યા નથી.

ડીન દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર અંગે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે સવાલો ઉઠાવતા આખા મામલાને “બિલાડીને દૂધના રખોપા” જેવો ગણાવ્યો હતો. સાથે જ આ પ્રકરણમાં મેડિકલ કોલેજના ડીન તથા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

પ્રેક્ટિસ કરતા ડોક્ટરની સંપૂર્ણ જવાબદારી વિભાગના વડાની રહેશે રાજકોટ સિવિલ હોસ્પિટલના કેટલાકડોકટરો પર ફરજ દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં કામ કરવાનો અને ઓપરેશન કરવાનો આરોપ લાગી રહ્યો હતો. આ મુદ્દો અનેકવાર ચર્ચામાં આવ્યો હતો અને દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ડીન ડો. ભારતીબેન પટેલે હવે કડક વલણ અપનાવ્યું છે. ડીન દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના ફરજ સમય દરમિયાન અધિકારીઓ અને રેસિડેન્ટડોકટરો હાજર રહે છે કે નહીં? તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગના વડા (હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ- HOD)ની રહેશે. આ નિર્દેશો દ્વારા વિભાગીય વડાઓને તેમના તાબા હેઠળના ડોક્ટરો પર નજર રાખવા અને તેમની હાજરી સુનિશ્ચિત કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *