સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂશન્સ ઇનોવેશન કાઉન્સિલ (IIC) દ્વારા સતત વિદ્યાર્થીઓની નવીનતા અને સ્ટાર્ટઅપ સાહસોને પ્રોત્સાહન મળી રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે તા.14થી 18 જુલાઇ પાંચ દિવસ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન સોમવારે સાવરે 10.30 કલાકે આર્ટ ગેલેરી, સ્ટેટેસ્ટિક ભવન ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.ઉત્પલ જોષીના હસ્તે કરવામાં આવશે. આ તકે અતિથિ વિશેષ તરીકે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.રમેશ પરમાર ઉપસ્થિત રહેશે.
IICના પ્રેસિડેન્ટ અને કાર્યક્રમના કો-ઓર્ડિનેટર ડો.રંજનબેન ખૂંટે જણાવ્યું કે, પાંચ દિવસ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનું આયોજન કરવાનો હેતુ એ છે કે, ફેકલ્ટી અને ઇન્ક્યુબેશન મેનેજરોને વિદ્યાર્થીઓની નવીનતાઓ અને સ્ટાર્ટઅપ સાહસોને ટેકો આપવા અને માર્ગદર્શન આપવા માટે જરૂરી સાધનો, તકનીકો અને માર્ગદર્શન ક્ષમતાઓથી સજ્જ કરવા.
આ પાંચ દિવસીય કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા ઉદ્યોગસાહસિક માનસિકતા વિકાસ, સર્જનાત્મકતા, વિચાર અને સમસ્યાનું નિરાકરણ, ગ્રાહક શોધ અને મૂલ્ય પ્રસ્તાવ, બિઝનેસ મોડેલ કેનવાસ અને લીન સ્ટાર્ટઅપ, ફાઇનાન્સ ફોર સ્ટાર્ટઅપ અને ગો-ટુ-માર્કેટ સ્ટ્રેટેજી, કેમ્પસ ઇનોવેશન ઇકોસિસ્ટમ અને પ્રી-ઇન્ક્યુબેશન મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.