રાજકોટના કાલાવડ રોડ અમીનમાર્ગ ફાટકે ટ્રેન નીચે પડતું મૂકીને મવડીની માટેલ સોસાયટીમાં રહેતા યુવકે આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લીધો હતો.મવડી બાપા સીતારામ ચોક નજીક આવેલી માટેલ સોસાયટી શેરી નં.1માં રહેતો નિતીનભાઈ કાંતિભાઈ સુદ્રા(ઉં.વ.27)નામના યુવકે અમીનમાર્ગ ફાટક નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકના પરિવારને ઘટના વિશે જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક મિસ્ત્રીકામ કરતો હોય અને તેમાં ખોટ જવાથી આર્થિક ભીંસમાં પગલું ભર્યું છે. ગત તા.10/7ના યુવક સવારે ઘરેથી કામનું કહીને નીકળ્યો હતો, બાદમાં દસેક વાગ્યા આસપાસ તેણે આ પગલું ભર્યું હતું. મૃતક બે ભાઇમાં નાના અને અપરિણીત છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.