ભાયાવદરમાં બે દિવસ સુધી વરસાદનો વિરામ હતો ત્યારે તંત્રને દવા છાંટવાનો સમય ન મળ્યો હોય તેમ ચાલુ વરસાદે દવાનો છટકાવ કરીને ફરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. ભાયાવદરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન આ વિસ્તારમાં વરસાદ સારો થયો હોય ત્યારે એના લીધે શહેરમાં જ્યાં ત્યાં લીલા ઘાસ ઊગી નીકળ્યા હોવાથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે.
આથી રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના વધી ગઈ હતી ત્યારે આ લીલા ઘાસમાં દવા છાંટવી જરૂરી હોય અને બે દિવસ વરસાદે વિરામ પણ લીધો હતો તે સમયે આ તંત્રને દવાનો છંટકાવ કરવાની ફરજ હતી પણ અણઆવડતના કારણે વારંવાર બુદ્ધિનું પ્રદર્શન ગામને દેખાડતા હોય તે મુજબ ફરી ચાલુ વરસાદે દવા છાંટવા નીકળતા લોકોએ પણ ટીકા કરી હતી.