સોનું ₹753 વધીને ₹96,838 પ્રતિ 10 ગ્રામ થયું

10 જુલાઈના રોજ સોનાના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ₹753 વધીને ₹96,838 પ્રતિ 10 ગ્રામ થયો છે. અગાઉ તેની કિંમત ₹96,085 હતી. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹98,450 છે.

ચાંદીનો ભાવ ₹380 ઘટીને ₹1,06,900 પ્રતિ કિલો થયો છે. અગાઉ તે ₹1,07,280 હતો. 18 જૂનના રોજ ચાંદી ₹1,09,550 અને સોના ₹99,454 ઓલ ટાઈમ હાઈ હતું.

આ વર્ષે, એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી 20,676 રૂપિયા વધીને 96,838 રૂપિયા થઈ ગયો છે. તેમજ, ચાંદીનો ભાવ પણ 86,017 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 20,883 રૂપિયા વધીને 1,06,900 રૂપિયા થયો છે. જ્યારે ગયા વર્ષે એટલે કે 2024માં, સોનું 12,810 રૂપિયા મોંઘુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *