રૂડાના 23 ગામમાં રૂ.184 કરોડના ખર્ચે શુદ્ધ પાણીનું નેટવર્ક ઊભું કરાશે

રૂડાની બોર્ડ બેઠકમાં અડધો ડઝન જેટલા ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં વાજડી ગઢની ટીપી સ્કીમને પરામર્શ આપવા અને રૂડા હેઠળના 23 ગામમાં 184 કરોડનાં ખર્ચે પીવાનું શુદ્ધ પાણી આપવાના કામને બહાલી આપવામાં આવી હતી.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બુધવારે 177મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. રૂડા દ્વારા તૈયાર કરાયેલી રૂડા વિસ્તારની મંજૂર થયેલી મુસદ્દારૂપ નગર રચના યોજના નં.77(વાજડી ગઢ)ની પ્રારંભિક નગર રચના યોજનાની ટીપીઓ દ્વારા તૈયાર કરાયેલી કામચલાઉ પુન:રચનાની દરખાસ્તોને પરામર્શ આપવાની આગળની કાર્યવાહી કરવા મંજૂરી આપવામાં આવી હતી. રૂડા વિસ્તારમાં 48 ગામનો સમાવેશ છે. અગાઉ ફેઝ-1 અંતર્ગત 20 ગામોમાં પીવાનું શુદ્ધ પાણી આપવાની યોજના કાર્યરત છે.

હાલ ફેઝ-2 હેઠળ 15 ગામોને રૂ.119.34 કરોડના ખર્ચે અને ફેઝ-3 હેઠળ 8 ગામોને રૂ.65 કરોડના ખર્ચે પીવાનું શુદ્ધ પાણી આપવાના કામને બહાલી આપવામાં આવી હતી. રૂડા હસ્તક પાણી પુરવઠા યોજનાના પમ્પિંગ સ્ટેશન અને હેડવર્કસ પર સોલાર રૂફટોપ મૂકવા માટે રૂ.2.11 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી છે. વાજડી વડમાં અંદાજિત 4 કિ.મી.લંબાઇના રસ્તા બનાવવાની કામગીરી માટે રૂ.15.34 કરોડના ખર્ચને બહાલી અપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *