ટ્રમ્પે બ્રાઝિલ પર 50% ટેરિફ લગાવ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે બ્રાઝિલથી આયાત થતી ચીજવસ્તુઓ પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ સંદર્ભે, તેમણે ટ્રુથ સોશિયલ પર એક પત્ર શેર કર્યો હતો. જેમાં તેમણે બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના મિત્ર જેયર બોલ્સોનારો સામે ચાલી રહેલા કેસની નિંદા કરી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે બોલ્સોનારો સામે ચાલી રહેલ કેસ બ્રાઝિલ માટે “આંતરરાષ્ટ્રીય શરમ” છે, તે એક પ્રકારે “વિચ હન્ટ” (કોઈપણ નક્કર પુરાવા વિના આરોપો લગાવવા) છે.

બોલ્સોનારો પર 8 જાન્યુઆરી 2023ના રોજ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં થયેલા રમખાણો માટે કથિત રીતે બળવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *