એક ચપટી ખાંડનું નુકસાન બાળકોને સમજાવાશે શુગર બોર્ડ લગાવાશે

બાળકોમાં વધતા શુગરના વપરાશ અને તેના ગંભીર સ્વાસ્થ્ય પરિણામોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એક અભ્યાસ પ્રમાણે 4થી 10 વર્ષની વયના બાળકો અત્યારે સરેરાશ દૈનિક કેલરીના સેવનમાં 13 ટકા જેટલી અને 11થી 18 વર્ષની વયના બાળકો 15 ટકા જેટલી ખાંડનો ઉપયોગ કરે છે, જે ચિંતાજનક સ્તર છે.

ખરેખર ખાંડનો ઉપયોગ 5 ટકા થવો જોઈએ તેના બદલે બાળકોમાં ખાંડનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, હવે શાળાઓમાં ‘શુગર બોર્ડ’ લગાવવામાં આવશે અને ખાંડના વધુ પડતાં સેવનથી થતાં નુકસાન અંગે વિદ્યાર્થીઓ માટે ખાસ જાગૃતિ વર્ગો યોજવામાં આવશે. આ પગલું બાળકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક નવી દિશા ખોલશે.

વર્તમાનમાં નાના-નાના બાળકોમાં ચોકલેટ તેમજ ખાંડ ઉપરાંત મીઠી વાનગીઓ ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં બાળકોમાં ટાઇપ-2 ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. ખાંડનો વધુ પડતો વપરાશ સ્થૂળતા, દાંતની સમસ્યાઓ અને અન્ય મેટાબોલિક વિકૃતિઓમાં પણ વધારો કરે છે. ખાંડનું વધુ પડતું સેવન બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને લાંબા સમયે અસર કરે છે. અત્યારે સરળતાથી ઉપલબ્ધ ખાંડવાળા નાસ્તા, પીણાં અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન વધી રહ્યું છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *