IPLની વેલ્યુ 1.56 લાખ કરોડ રૂપિયા થઈ!

2025માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું વ્યાપાર વેલ્યુ $18.5 બિલિયન (લગભગ રૂ. 1.56 લાખ કરોડ) સુધી પહોંચી ગયું છે. આ ગયા વર્ષ કરતા 12.9% વધુ છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક હુલિહાન લોકીના એક અભ્યાસ મુજબ, IPLની બ્રાન્ડ વેલ્યુ પણ 13.8% વધીને $3.9 બિલિયન (₹33 હજાર કરોડ) થઈ ગઈ છે.

આ સિઝનમાં જાહેરાતો, દર્શકોની સંખ્યા અને રોકાણકારોના રસને કારણે બ્રાન્ડ વેલ્યુમાં વધારો થયો છે. 3 જૂને પંજાબ અને બેંગલુરુ વચ્ચે રમાયેલી ફાઇનલ દર્શકોની સંખ્યાની દૃષ્ટિએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 મેચને પાછળ છોડી ગઈ.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 2025 સીઝનમાં પહેલીવાર સૌથી વેલ્યુવાન ફ્રેન્ચાઇઝી બની છે. RCBની બ્રાન્ડ વેલ્યુ $227 મિલિયન (₹1,946 કરોડ)થી વધીને $269 મિલિયન (₹2,307 કરોડ) થઈ ગઈ છે. ટીમનું પહેલું IPL ટાઇટલ વેલ્યુએશનમાં વધારાનું કારણ હતું.

યાદીમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) $242 મિલિયન (₹2,075 કરોડ) સાથે બીજા સ્થાને છે અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) $235 મિલિયન (₹2,015 કરોડ) સાથે ત્રીજા સ્થાને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *