ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં ગેરકાયદે રીતે આઇએસઆઇ માર્કાનો ઉપયોગ કરાતો હોવાની માહિતીના આધારે બીઆઇએસએ શિવ ફાયર એન્જિનિયર્સમાં દરોડો પાડી સાધનો જપ્ત કર્યા હતા.
માધાપર ખાતે જે.બી. ગોડાઉન સામે યોગી પાર્કમાં આવેલી એડવાન્સ માર્કેટિંગ નામની પેઢી અન્ય ઉત્પાદકોના લાઇસન્સ નંબરનો દુરુપયોગ કરીને ફાયર એક્સટિંગ્વિસર સિલિન્ડર, ફાયર હોઝ રીલ જેવા અગ્નિશામક સાધનોનું અને જામનગર રોડ પર પરાપીપળિયા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે આવેલી શિવ ફાયર એન્જિનિયર્સ પેઢી લેન્ડિંગ વાલ્વ, કપલિંગ, ડિલિવરી હોઝ, ફર્સ્ટ એઇડ હોઝ રીલ જેવા અગ્નિશામક સાધનોનું વેચાણ કરી રહી હતી.
બીઆઇએસએ એડવાન્સ માર્કેટિંગ પેઢીમાંથી અંદાજે 20 નંગ ફાયર એક્સટિંગ્વિસર, 19 નંગ ફાયર હોઝ રીલ અને શિવ ફાયર એન્જિનિયર્સમાંથી 15 નંગ લેન્ડિંગ વાલ્વ, 12 નંગ નોઝલ, 10 નંગ કપલિંગ, 10 નંગ ડિલિવરી હોઝ અને 8 નંગ ફર્સ્ટ એઇડ હોઝ રીલ સહિતના સાધનો જપ્ત કર્યા હતા.