‘ફેમિલી મેન 3’ એક્ટર રોહિત બાસફોરની ભેદી હત્યા

મનોજ બાજપેયી અભિનીત સીરિઝ ‘ફેમિલી મેન 3’માં જોવા મળેલા એક્ટર રોહિત બાસફોરનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો છે. 27 એપ્રિલે રોહિત તેના મિત્રો સાથે આસામ પિકનિક પર ગયો હતો. જોકે, બાદમાં તેનો મૃતદેહ ગરભંગા જંગલમાં એક ઝરણાં પાસે મળી આવ્યો હતો. તેના શરીર પર ઘણી જગ્યાએ ઈજા થયેલી હતી. સિને વર્કર્સ એસોસિએશને આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે.

રોહિત બસફોરા આસામનો રહેવાસી છે, જોકે તે કામ માટે મુંબઈમાં રહેતો હતો. થોડા સમય પહેલા તે રજા માણવા ઘરે ગયો હતો. રોહિતના પરિવારે પોલીસને જણાવ્યું છે કે- રવિવારે (27 એપ્રિલ) બપોરે લગભગ 12:30 વાગ્યે, તે તેના મિત્રો સાથે ટ્રિપ પર ગયો હતો. સાંજે જ્યારે તેમના પરિવારના સભ્યોએ તેને ફોન કર્યો ત્યારે તેનો ફોન લાગતો નહોતો. સાંજે, રોહિતના એક મિત્રએ પરિવારને તેના મૃત્યુની જાણ કરી. પરિવારને જાણ કરનાર છોકરાએ કહ્યું હતું કે- તે ધોધ પરથી પડી ગયો હતો.

રોહિત બાસફોરના પરિવારે તેના મિત્રો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. રોહિતની માતાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે- થોડા સમય પહેલા તેનો તેના મિત્રો સાથે પાર્કિંગ જેવી નાની બાબત પર ઝઘડો થયો હતો, ત્યારબાદ તેના ત્રણ મિત્રોએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. રોહિતનો મૃતદેહ મળી આવ્યો ત્યારથી, તેની સાથે ટ્રિપ પર ગયેલા તેના ત્રણ મિત્રો ફરાર છે. તે લોકોના નામ રણજીત બાસફોર, અશોક બાસફોર અને ધરમ બાસફોર જણાવવામાં આવી રહ્યા છે. પરિવારનો આરોપ છે કે આ ત્રણ મિત્રો સાથે, જીમ ટ્રેનર અમરદીપ પણ સામેલ હતો, જે રવિવારે રોહિતને ટ્રિપ માટે બોલાવવા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *