ગોંડલ તાલુકાના ચોરડી ગામે વેરહાઉસમાંથી નાફેડની રૂ. 7.49 લાખની મગફળીની ચોરી

ગોંડલ ચોરડી ગામે આવેલ વેર હાઉસમાંથી નાફેડની રૂ.૭.૪૯ લાખની મગફળીની 287 બોરીની ચોરી થઇ ગયા અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીના આ બનાવને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીની ટીમે પણ તપાસ ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવ અંગે હાલ ગોંડલ ગુંદાળા ચોકડી પાસે રામકૃષ્ણ સોસાયટીમાં રહેતાં અરવીંદભાઈ મીણાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ, જસદણમા કેન્દ્રીય ભંડાર નીગમમાં સહાયક તરીકેના હોદા પર ફરજ બજાવે છે.

ગોંડલ તાલુકાના ચોરડી ગામે 139/2 પૈકી 1 માં આવેલ પ્લોટ નંબર 7 તથા 8 માં હરસિધ્ધિ કેટરફીડ નામનુ ગોડાઉન કંપનીએ 11 મહિનાના ભાડા પેટે રાખેલ છે. આ ગોડાઉનમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરીને ભરી હતી. આ ગોડાઉનમાં સુપરવાઈઝર તરીકે વિરપુરના રવીભાઈ મકવાણા, સીક્યુરીટી તરીકે ગોમટાના પ્રજ્ઞેશભાઈ દઢાણીયા અને વિરપુરના પ્રફુલભાઈ ચાવડા, જીવરાજભાઈ ચાવડા નોકરી કરે છે. તેઓની કંપનીની મેઇન ઓફીસ અમદાવાદમાં આવેલ છે. ગોંડલ તાલુકાના ચોરડી ગામે આવેલા ગોડાઉનમા નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરી કુલ મગફળીની બોરી નંગ- 15876 ભરેલી હતી. જે એક બોરીમાં વજન ૩૫ કિલો હોય છે. તેઓએ ભાડે રાખેલ ગોડાઉનમાં નાફેડ દ્રારા મગફળી મુકવામાં આવેલ ત્યારથી જવારદારી તેઓની રહેતી હોય છે.

કંપની દ્રારા ગોડાઉન ઉપર સીકયુરીટી તથા સુપરવાઇઝર તેમજ એરીયા મેનેજર રાખવામાં આવતા હોય છે.તેઓ ઘરે હતાં ત્યારે કંપનીના સુપરવાઇઝર રવીભાઈ મકવાણાએ ફોન કરી જણાવેલ કે, ચોરડી ગામે આવેલ ગોડાઉનના દરવાજાના તાળુ તુટેલું છે અને બહાર મગફળી ઢોળાયેલ હોય તેવી જાણ કરતાં તેવો ગોડાઉન પર પહોંચેલ ત્યારે ત્યાં સીકયુરીટી સહિતનો સ્ટાફ હાજર હતો, ગોડાઉન પર જોયેલ તો દરવાજાનુ તાળુ તુટેલ હતુ. મગફળી ગોડાઉન બહાર ઢોળાયેલ દેખાતી હતી જેથી ગોડાઉનમાંથી મગફળીની ચોરી થયાનું માલુમ પડયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *