રાજકોટ-અમદાવાદ હાઈવે પર રાજારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનાં ગોડાઉનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચનાં પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર આવેલ સચ્ચા સૌદા પંજાબી ઢાબા હોટલની સામેની શેરીમાં રાજારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ ખાતે આવેલ ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડી પોલીસે પેડક રોડ ખાતે રહેતા 35 વર્ષીય ધવલ મનસુખભાઇ સોજીત્રા નામના શખ્સને વિદેશી દારૂના જથ્થાની સાથે દબોચી લીધો હતો. આ આરોપી પાસેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 228 બોટલ કી. રૂપિયા 95,540 કબ્જે કરવામાં આવી હતી. હાલ પ્રોહીબિશનની કલમ હેઠળ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.