રાજકોટમાં યુવાનને રેલવેમાં 11 મહિનાના કોન્ટ્રોક્ટ બેઝ ઉપર નોકરી અપાવી દેવાના બહાને રૂપિયા પડાવ્યા

રાજકોટમાં યુવાનને રેલવેમાં 11 મહિનાના કોન્ટ્રોક્ટ બેઝ ઉપર નોકરી અપાવી દેવાના બહાને રૂ. 8287 પડાવ્યા હતા. જે મામલે પોલીસે ફરિયાદીની ફરિયાદ પરથી આરોપી વિરુદ્ધ BNS કલમ 316(2), 318(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફરિયાદી સંજય અમૃતભાઈ વાઘેલા (ઉ.વ.24)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા મીત્ર કેવલ ગોરસીયાએ મને જણાવ્યું હતું કે ઋષિત વ્યાસને મેં રેલવેમાં કોન્ટ્રાક બેઝ ઉપર નોકરી માટે ડોક્યુમેન્ટ આપ્યા છે. જો તમારે પણ રેલવેમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર નોકરી મેળવવી હોય તો હું તમારો મોબાઇલ નંબર આ ઋષિત વ્યાસને આપીશ તમને ફોન આવે તો તમે વાત કરી લેજો. મારે પણ નાઈટ શિફ્ટમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર નોકરી કરવી હોવાથી મેં હા પાડી હતી.

ગત તારીખ 4/12/2024ના રોજ ઋષિત વ્યાસે મને ફોન કર્યો અને મેં નોકરી મેળવવા અંગેની વાત કરતા તેણે મને જણાવ્યું હતું કે, મોરબી, વાંકાનેર અથવા તો રાજકોટ રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારીમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર નોકરીની જગ્યાઓ ખાલી પડી છે. જેમાં નોકરી મેળવવી હોય તો તમારા ડોકયુમેન્ટ તમે મારા મોબાઇલ ફોનમાં મોકલી દેજો તેમ કહીને મને ડોક્યુમેન્ટનું લિસ્ટ તેણે મોકલ્યું હતું અને રજીસ્ટ્રેશન માટેની ફી પેટેના રૂપિયા 7287 તથા રૂપિયા 1000 યુનિફોર્મ ફીના મળી કુલ રૂપિયા 8287 ઓનલાઇન ગુગલ પેમાં ટ્રાનસફર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *