ગરવી સર્વર બંધ રહેતા રાજકોટમાં દસ્તાવેજ નોંધણીનું કામ પ્રભાવિત

રાજકોટ સહિત રાજ્યભરમાં ગરવી સર્વર બંધ રહેતા દસ્તાવેજ નોંધણીની કામગીરી પ્રભાવિત થઈ છે. હવે સર્વર મેન્ટેનન્સની કામગીરીના પગલે સોમવાર સુધી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામગીરીમાં રજા રહેશે. સર્વરના અપગ્રેડેશન કરાય થઈ રહ્યું છે. આથી, દસ્તાવેજ નોંધણીની કામગીરી બંધ રહેવા જાહેર કરાયું છે.

એક બાજુ નવા જંત્રીદર લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ નવા જંત્રી દરને લઈને મળેલા વાંધા- સૂચનો રાજ્ય સરકાર સુધી મોકલી દેવામાં આવ્યા છે. નવા જંત્રી દરને લઈને શું નિર્ણય આવશે તે અંગે બિલ્ડર સહિત નવી મિલકત ખરીદનારા સૌ કોઇની મીટ મંડાઈ છે. આમ, સર્વર મેન્ટેનન્સના કારણે રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી સોમવાર સુધી પ્રભાવિત રહેશે. જો કે આજે બીજો શનિવાર છે અને ત્યારબાદ રવિ અને સોમવારે જાહેર રજા પણ છે ત્યારે આ રજાના દિવસોમાં સર્વરની કામગીરી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *