જામનગર રોડ પર પ્રગટેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી, તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા

શહેરમાં બેકાબૂ બનેલા તસ્કરો હવે મંદિરો-દેરાસરોને પણ મુકતા ન હોવાનું બહાર આવ્યું છે. જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટીમાં આવેલા પ્રગટેશ્વર મહાદેવના મંદિરમાંથી તસ્કરો દાનપેટીની ચોરી થયાની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં તસ્કર બેલડી કેદ થઇ ગઇ હોય પોલીસે તેને પકડી લેવા કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટીમાં રહેતા અને પ્રગટેશ્વર મહાદેવના મંદિરના પૂજા કરતા દિનેશગીરી ઓધવગીરી ગૌસ્વામીએ ફરિયાદ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, તા.18-3ના રોજ રાત્રીના મંદિરે પૂજા કરી મંદિર બંધ કરી ઘેર ગયા હતા.

બાદમાં બીજા દિવસે સવારે મંદિરે પૂજાપાઠ કરવા ગયા હતા ત્યારે મંદિરના પરિષદમાં આવેલ દાનપેટી ગાયબ હોય જેથી તેને શોધખોળ કરી હતી પરંતુ મળી આવેલ નહીં જે દાનપેટીમાં રૂ.40 હજાર જેટલી રોકડ રકમ હોય કોઇ ચોરી ગયું હતું. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ વારોતરિયા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ કરતા સીસીટીવીમાં કેદ બે તસ્કરો કેદ થઇ ગયા હોય પોલીસે કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *