સોમનાથ ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળેથી પટકાતા યુવાનનું ગંભીર ઇજાના કારણે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું

રાજકોટના કોઠારીયા ગામે સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ શેરી નંબર 1માં ગત તારીખ 12.3.2025ના રોજ રાત્રિના સમયે પહેલાં માળેથી નીચે પટકાતા શ્યામ કરણ ખેમચંદ (ઉ.વ.28) નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે વિદ્યાનગર મેઈન રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, આજ રોજ બપોરના 3 વાગ્યા આસપાસ તેને ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવની જાણ પોલીસને કરતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં રાજકોટના નીલકંઠ સિનેમા પાછળ મેહુલનગરમાં રહેતા જશુબેન લાખાભાઇ ડાવેરા (ઉ.વ.80) નામના વૃધ્ધા પોતાના ઘરે હતા ત્યારે ગઈકાલે રાત્રિના 8 વાગ્યે ધુમાડો કરવા માટે કોથળો સળગાવતા હતા દરમિયાન પોતે શરીરે દાજી જતા તેને સારવાર માટે રાજકો સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે દાજી જતા વૃધ્ધાએ આજે સવારે 9 વાગ્યે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *