ઝાંઝમેરમાં જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં વર્તમાન બોડી વિજેતા

ધોરાજી તાલુકા સહકારી ક્ષેત્રમાં યુવા નેતા ધારાસભ્ય જયેશ રાદડીયાનો દબદબો જળવાઇ રહ્યો છે અને ઝાંઝમેર ગામે જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી માં વર્તમાન બોડી વિજેતા બની છે.

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે ઝાંઝમેર જૂથ સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની મુદત પુર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી જેમાં અનિલ સિંહ ભીખૂભા ચુડાસમાની ટીમે ફરી થી મંડળીનું સુકાન સંભાળ્યું છે. ઝાંઝમેર જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં પ્રમુખ અનિલસિંહ ભીખુભા ચૂડાસમા તથા રૂપેશ ભાઈ ઠુંમર સહિતનાની ટીમ વિજેતા બનતાં ખેડૂતોએ આનંદની લાગણી વ્યક્ત કરીને સન્માન કરાયું હતું.

ઝાંઝમેર જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી પ્રક્રિયા ચુંટણી અધિકારી રવજીભાઈ પરવડા, મંત્રી ધીરજલાલ આલોદરીયાએ હાથ ધરી હતી, જૂથ સેવા સહકારી મંડળીનાં પ્રમુખ અનિલસિહ ભીખુભા ચૂડાસમાએ જણાવ્યું હતું કે ઝાંઝમેર જૂથ સેવા સહકારી મંડળીની કામગીરી જિલ્લા કક્ષાએ ત્રીજા નંબરે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *