સંમેલનના આયોજકોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજની 38% વસ્તી હોવા છતાં કોળી અને ઠાકોર સમાજ પર અનેક રીતે અન્યાય અને તેમનું શોષણ કરવામાં આવે છે. આ સંમેલન દ્વારા સમાજને એક મંચ કરી સમાજ વિરોધી પરિબળો સામે આગામી દિવસોમાં લડત આપવામાં આવશે. જો કે સંમેલનના આયોજકોએ ખુલાસો કર્યો હતો કે આ સંમેલન બાવળિયા સામે નથી પરંતુ કોળી સમાજને થતા અન્યાય સામે છે. ત્યારે હવે રવિવાર પર રાજકીય પંડિતોની નજર છે.
કોળી અને ઠાકોર સમાજના વ્યક્તિ ઉપર થયેલ ખોટા પોલીસ કેસ પરત ખેંચવા . કોળી – ઠાકોર સમાજના યુવાનોનું આર્થિક રીતે શોષણ બંધ કરો . કોળી અને ઠાકોર સમાજની બહેનો દિકરીઓ પર અત્યાચાર બંધ કરો . કોળી અને ઠાકોર સમાજના યુવાનોની હત્યા બંધ કરો . કોળી અને ઠાકોર સમાજને સંપુર્ણ બંધારણીય હક અધિકાર આપો . કોળી સમાજના 92 ર્નિદોષ યુવાનો પરના પોલીસ કેસ પરત ખેંચો. . હત્યારાઓને કડક સજા અને સરકારી વકીલ આપો . કોળી સમાજના 92 નિંદોષ યુવાનોને ખોટી રીતે માર મારી ખોટી રીતે ગુનો દાખલ કરવા બદલ જવાબદાર અધિકારીઓને ડીસમીસ કરો .