ગોંડલ ચોકડી પાસે બેકાબૂ ડમ્પરની ઠોકરે બાઇકસવાર વૃદ્ધનું મોત

ગોંડલ ચોકડી નજીક કાંગશિયાળી પાસે બેકાબૂ ડમ્પરે ઠોકરે લેતા કોઠારિયા સોલવન્ટ પાસેના શુભમ પાર્કમાં રહેતા વૃદ્ધનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે.

શુભમ પાર્કમાં રહેતા દેવાભાઇ ગમારા (ઉ.60) કાંગશિયાળી ગામે તેની વાડીએથી મોટરસાઇકલમાં દૂધ લઇને ઘેર આવતા હતા ત્યારે ગોંડલ ચોકડી નજીક ખોડિયાર હોટેલ પાસે બેકાબૂ ડમ્પરે ઠોકરે લેતા ફંગોળાયેલા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા શાપર પોલીસે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડી વધુ કાર્યવાહી કરી હતી. તપાસમાં કાંગશિયાળી ગામે ખેતીકામ કરતા હતા રાત્રીના વાડીએથી દૂધ લઇને ઘેર આવતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પરિવારે જણાવતા પોલીસે વૃદ્ધના પુત્ર મનીષભાઇ દેવાભાઇ ગમારાની ફરિયાદ પરથી ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી ડમ્પર મૂકી નાસી જનાર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *