પરિણીતા પર શંકા કરી પતિ સહિતનાઓ પોલીસમાં ખોટા કેસ કરી હેરાન કરતા હતા

શહેરમાં મવડીમાં ઇસ્કોન અેમ્બિટીમાં એપાર્ટમેન્ટમાં પુત્ર સાથે રહેતી મહિલાએ પતિ સહિતના સાસરિયાંઓ પોલીસમાં ખોટા કેસ કરી હેરાન કરતા હોય તેમજ પતિ શંકાઓ કરી મારકૂટ કરતો હોય અને એક વર્ષથી તેને મૂકી જતો રહ્યો હોવાની ફરિયાદ કરતા મહિલા પોલીસે પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડીમાં રહેતા નયનાબેન રાહુલભાઇ રાંકએ તેના પતિ રાહુલ, સાસુ રમાબેન અને સસરા રમણીકભાઇ રણછોડભાઇ રાંક સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, નયનાબેને પાંચેક વર્ષ પહેલાં રાહુલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા બાદમાં પરિવારની હાજરીમાં લગ્ન થયા હતા બાદમાં તેના પતિ 10 ફેલ હોવાની જાણ થતા તેને વાત કરતા પતિએ ઝઘડો કરી મારકૂટ કરી હતી અને રાહુલ તેના મિત્ર સાથે ભાગીદારીમાં બાથ એસેસરીઝનો ધંધો કરતા હોય જે ધંધામાં ખોટ આવતા દેવામાં ડૂબી ગયા હતા અને ઘર ચલાવવા નયનાબેન પ્રાઇવેટ નોકરી કરતા હોય ત્યારબાદ માવતર પણ મદદ કરતા હતા.

ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મારા પતિઅે બાળક માટે વાત કરી હતી, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય ના પાડતા મારી સાથે પતિએ ઝઘડો કર્યો હતો. જેથી તેને હા પાડી હતી અને તેને ત્યાં બાળકનો જન્મ થયો હતો ત્યારબાદ મારા પતિ અને સાસુ-સસરા સહિતે મકાન લેવાનું નક્કી કર્યું હતું અને દોઢ લાખ ડાઉનપેમેન્ટ ભરવાનું હોય તેને મારી અને મારા ભાઇ પાસેથી પૈસા લઇને ફ્લેટ લીધો હતો અને તે ફ્લેટ મારા નામે કરવાનો હતો, પરંતુ પતિએ તેની માતાના નામે કરી નાખ્યોહ તો. જેની જાણ થતા તેની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં મારી સામે શંકાઓ કરતા હતા અને મારકૂટ કરતા હોય ત્યારબાદ એક વર્ષથી અમને એકલા મૂકીને જતો રહ્યો હોય તેમજ મારા પતિ, સાસુ-સસરા અવારનવાર પોલીસમાં ખોટા કેસ કરી હેરાન કરતા હોવાનું જણાવતા જમાદાર ચુડાસમાઅે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *