વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા 10મીથી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ

ગુર્જર સુતાર સમાજના વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ 10મી શરૂ થશે અને 12મી માર્ચે તેનું સમાપન થશે. હાલ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જે ખેલાડીઓ ડે -નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમવા માગતા હોય તેમણે 5મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેલાડીઓ ભાગ લઇ શકશે. સમયમર્યાદા બાદ રજિસ્ટ્રેશન કરાવી શકાશે નહિ તેમ આયોજકોએ જણાવ્યું છે.

સમાજના યુવાનો રમતગમતમાં આગળ વધે તેની અંદર રહેલી પ્રતિભા ખીલે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટ ટૂર્નામેન્ટ ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ, જામનગર રોડ રાજકોટ ખાતે રમાશે. એક ટીમમાં 15 ખેલાડીને સમાવવામાં આવશે.નામ નોંધણી માટે 98242 95958 અથવા તો 92277 00113 પર સંપર્ક સાધવાનો રહેશે.

રજિસ્ટ્રેશન થયા બાદ અલગ અલગ ટીમ બનાવવામાં આવશે.18 વર્ષથી ઉપરની વયના ખેલાડીઓ ભાગ લઇ શકશે. વિજેતા ખેલાડીઓને આગેવાનોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવશે.આ ઉપરાંત ગુર્જર સુતાર સમાજ દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. યુવા ખેલાડીઓમાં રમત-ગમતની ભાવના કેળવાય અને સમાજની આવનારી પેઢી પણ રમતગમતનું મહત્ત્વ સમજે તે માટે આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *