આરટીઈ માટે એક દીકરી અંગેનું પ્રમાણપત્ર આજથી કાઢી અપાશે

રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જૂન–2025ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ માટે જાહેરાત કરાઈ છેે. જેમાં, જે માતા-પિતાને ફક્ત એક માત્ર દીકરી હોય તેઓને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે. જેથી માતા – પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દીકરી હોય અને તે દીકરીનો જન્મ તા.01/06/2018થી તા.30/05/2019 દરમિયાન થયેલ હોય તેવા માતા–પિતા દ્વારા રાજકોટ મનપાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરમાંથી તા.28/02થી તા.12/03 સુધી સવારે 10.30થી સાંજે 6.00 કલાક સુધી પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ પ્રમાણપત્ર મેળવવા અર્થે મનપાની વેબસાઇટ WWW.RMC.GOV.IN પર જઈ ફોર્મ્સ મેનુમાંથી જન્મ-મરણ વિભાગમાં RTE SINGLE GIRL CHILD નું ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે રજૂ કરવાના પુરાવા પૈકી બાળકનું જન્મ પ્રમાણપત્ર, બાળકના માતા અને પિતાના આધારકાર્ડ, કુટુંબનું રેશનકાર્ડ (જેમા બાળકનું નામ ફરજિયાત જરૂરી છે) તેમજ જો પુરાવાઓ રાજકોટ શહેર સિવાયના હોય તો રાજકોટમાં જ્યાં રહેતા હોય તે જગ્યાનો રહેણાકનો પુરાવો. તેમજ સાથે જોડેલ નમૂના મુજબનું રૂ.50ના સ્ટેમ્પપેપર ઉપર સોગંદનામું રજૂ કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *