વિદ્યાર્થીઓ આજે બેઠક વ્યવસ્થા જોઈ શકશે

શિક્ષણ બોર્ડ દ્વારા 27મીથી લેવાનારી બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આજે શિવરાત્રિની જાહેર રજા હોવા છતાં દરેક શાળા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ પોતાના સીટ નંબર પ્રમાણે તેમની બેઠક વ્યવસ્થા જોઈ શકશે. વિદ્યાર્થીઓ સ્કૂલ કેમ્પસમાંથી જ પોતાનો નંબર ક્યાં બ્લોક અને ક્લાસમાં છે તે જોઈ શકશે, પરંતુ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જવા દેવાશે નહીં.

બિલ્ડિંગમાં પ્રશ્નપત્રનું બોક્સ/પાર્સલ ખોલતાં પહેલાં તે સીલબંધ સ્થિતિમાં છે તે બાબતની ખાતરી કરવી પડશે. પરીક્ષા શરૂ થવાની 15 મિનિટ પહેલાં CCTV કૅમેરા સામે પ્રશ્નપત્રના બોક્સ / પાર્સલ પર સ્થળસંચાલક, સરકારી પ્રતિનિધિ અને બે ખંડ નિરીક્ષક આ તમામની સહી લેવી તેમજ સમય નોંધવો પડશે. ત્યારબાદ CCTV કેમેરા સામે પ્રશ્નપત્રનું બોક્સ ખોલવાનું રહેશે.

જિલ્લામાં કુલ 65 કેન્દ્ર અને 2753 બ્લોકમાં કુલ 76,312 વિદ્યાર્થી પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા માટે શહેરની કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે તો તેના માટે જિલ્લામાં જુદા જુદા 10 સ્થળે હેલ્પલાઈન સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે. ધોરણ 10ના 5, ધો.12 સાયન્સના 3 અને કોમર્સના 4 ઝોન પાડવામાં આવ્યા છે. ધોરણ-10માં 45,421 વિદ્યાર્થી, ધોરણ 12 સાયન્સમાં 7684 અને ધોરણ-12 કોમર્સમાં 23,207 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *