ધોરાજીના ઝાંઝમેર ગામે જાનની બસ પલટી જતાં 4 મહિલાને ઈજા

ધોરાજી પાસેના ઝાંઝમેર ગામ પાસેથી પસાર થતી જાનની બસને દુર્ઘટના નડી હતી અને કોઇ કારણોસર ચાલકે કાબુ ગુમાવતાં તે પલટી મારી ગઇ હતી જેના પગલે બસમાં મુસાફરી કરી રહેલા ચાર મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી અને તેમને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે સોળવદર રોડ પર ખંભાળીયાથી વિસાવદર ગામે લગ્ન પ્રસંગે જતી જાનની બસ રાત્રીના બે વાગ્યાની આસપાસ પલ્ટી મારી જતાં ઇજાગ્રસ્તોને સારવારમાં સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં ફરજ પરના તબીબે રાજલબેન લાખાભાઇ સહિતની ચાર મહિલાને વધુ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડાયા હતા આ અકસ્માત નાં બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકનાં પીઆઈ ગોહિલ ,બીટ જમાદાર યોગેશભાઇ પીલાવરે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *