રાજકોટમાં રિક્ષા ઊભી રખાવી પ્રૌઢને લૂંટી લેનાર બે મહિલા ઝડપાઈ

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ગોવર્ધન ચોક પાસે રહેતાં મહેન્દ્રભાઈ ભીખુભાઈ સરસીયા (ઉ.વ.54) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છુટકમાં કેટરર્સનું કામ કરે છે. ગત તા.12 ના રાત્રીના 10 વાગ્યાની આસપાસ ગોંડલ ખાતેથી તેઓની સાથે કેટરર્સનું કામ કરતાં ચંદુભાઈ પટેલ તથા બીજા 2 અજાણ્યા માણસો તેમની રીક્ષામાં તેમના ઘરે આવવા નીકળ્યા હતા અને રાત્રીના 12.15 વાગ્યાની આસપાસ રાજકોટ પહોંચેલ અને તેમની સાથે રહેલ ચંદુભાઈને પુનીતના ટાંકા પાસે આવેલ નકળંગ હોટલ ખાતે ઉતારી દીધેલ અને બીજા બે અજાણ્યા કેટરર્સના માણસોને મવડી ચોકડી ખાતે ઉતારેલ હતાં. બાદ તેઓ પરત રીક્ષા લઈને ગોંડલ ચોકડી તરફ ભજીયાના કારીગરને લેવા માટે જતો હતો. ત્યારે રસ્તામાં પુનીતના ટાંકાની પહેલા સીટી બસ સ્ટેશન સામે પહોંચતાં ત્યાં 2 અજાણી મહિલા રોડ વચ્ચે ઉભેલી અને તેણે રીક્ષામાં બેસવા માટે ઉચો હાથ કરતાં રીક્ષા ધીમે પાડી દીધી હતી અને રીક્ષા ધીમી પાડતાં તેઓ કંઈ બોલે તે પહેલા રીક્ષામાં પાછળની શીટ પર 2 મહિલા બેસી ગયેલ અને તે દરમ્યાન 2 અજાણ્યા શખ્સો તરત જ દોડીને આવીને ઝપાઝપી કરવા લાગેલ હતાં.

તેમજ 4 લોકોમાંથી બે મહિલાઓએ ઝપાઝપી કરવા લાગેલ અને અને આગળની બાજુ રીક્ષાના સ્ટેન્ડમાં રાખેલ મોબાઇલ એક મહિલાએ લઇ લીધેલ અને દોડીને આવેલ બન્ને અજાણ્યા પુરુષોએ ખિસ્સામાં રાખેલ રોકડા રૂ. 1700 ઝુટવીને લઇ લીધેલ હતાં. બાદમાં ચારેય લોકો દોડીને ભાગી ગયેલ હતાં. જે બનાવમાં માલવીયાનગર પોલીસે સુમી અને સોનલને પકડી મોબાઈલ કબ્જે કર્યો હતો. જ્યારે નાસી છૂટેલા 2 શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *