પોલીસકર્મીના કવાર્ટરમાંથી 2.99 લાખ અને અન્ય મકાનમાંથી 1.89 લાખની ચોરી કરતો તસ્કર ઝડપાયો

રાજકોટના કોઠારિયાનો તસ્કર રાજ મેંદપરા અંતે ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો ગયો હતો. પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસમેનના ક્વાર્ટરમાંથી 2.99 લાખની મતા અને રોલેક્સ રોડ પરના મકાનમાંથી 1.89 લાખની મતા ચોરી કરી સ્પામાં કામ કરતી ગર્લફ્રેન્ડને મળવા છત્તીસગઢ પહોંચી રૂપીયા ઉડાવી પરત ફર્યો અને દબોચાયો હતો. રૂ. 1.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધું તપાસ પ્ર.નગર પોલીસે આદરી હતી. થોડાં સમય પહેલાં હેડ ક્વાર્ટરમાં પોલીસ જવાન અજીતસિંહ શક્તિસિંહ ચુડાસમાના ક્વાર્ટરમાંથી રૂ. 2.99 લાખની મતાની ચોરી થઈ હતી.

જેમાં પોલીસમેનના પુત્રને માતા સાથે કોઠારીયાના મિત્ર રાજ મેંદપરાએ ભાભા હોટલમાં જમવા મોકલી પાછળથી ખેલ પાડી ચોરીને અંજામ આપ્યો હતો. તેમજ રોલેક્ષ રોડ પર ઓમકાર સ્કુલની બાજુમાં આવેલ સ્કાય વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતાં પિન્ટુભાઈ વિનોદભાઈ રાઠોડના મકાનમાંથી રૂ. 1.80 લાખની મતાની ચોરી થઈ હતી. જેમાં રાજ મનીષ મેંદપરા એપાર્ટમેન્ટની લીફ્ટમાં જતો હોવાનું દેખાય આવેલ હતું અને બાદમાં તે ગાયબ થઈ જતાં તેને જ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *